લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 13

  • 2.1k
  • 1
  • 1.7k

આજ તો અભિષેક સવારના 5 વાગે ઊઠી ગયો હતો. તે ઘણા દિવસથી પ્રકૃતિને નોટિસ કરતો હતો. તે કોઈ ટેન્શનમાં લાગતી હતી.આથી અભિષેકે પ્રકૃતિને સરપ્રાઈઝ આપવા નાહ્યા ધોયા વગર જ રસોડામાં ઘૂસી ગયો. સ્ટવ ચાલુ કરી માસ્ટર શેફની સ્ટાઇલમાં મસાલેદાર ચા બનાવી. અને ટૉસ્ટરમાં ટોસ્ટ ગરમ કર્યા. એના ચહેરા પર ગજબની ખુશી હતી. તે એમ જ વિચારતો હતો કે મારી આ સ્ટાઈલથી પ્રકૃતિ બહુ જ ખુશ થઈ જશે અને તેને રોજિંદા કાર્યમાં થોડો ચેન્જ આવશે. તેને ટ્રેમાં કપરકબી મૂકી ચા ભરી,બાજુમાં સરસ રીતે ટોસ્ટ ગોઠવી બે હાથે પકડીને પોતાના બેડરૂમમાં જવા પ્રયાણ કર્યું. પ્રકૃતિને સરપ્રાઈઝ આપવાની ખુશી હતી,પણ કપમાં રહેલી ચા