લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 7

  • 2.3k
  • 1.8k

પ્રકૃતિ હવે પ્રારબ્ધને હેરાન કરતી બંધ થઇ ગઇ. કેમ કે તેની બાજી ઉલટી પડતી હતી. પ્રારબ્ધને હેરાન કરવા માટે પ્રકૃતિએ જે કંઈપણ નુસખા અજમાવ્યા હતા તે દરેકમાં પ્રકૃતિ અસફળ રહી હતી. પ્રકૃતિ ધીમે ધીમે પ્રારબ્ધને ઓળખવા લાગી હતી. તે સમજતી હતી તે એટલો પણ પ્રારબ્ધ ખરાબ ન હતો. પ્રારબ્ધ પણ પ્રકૃતિના નિખાલસપણાંને ઓળખતો થઈ ગયો હતો. પરંતુ હજુ પણ તે તેને ભાવ આપતો ન હતો. પ્રારબ્ધના મતે એવું હતું કે અમીર છોકરીઓની દોસ્તી કરવી એટલે પૈસાની બરબાદી. પ્રારબ્ધ રહ્યો મધ્યમ કુટુંબનો. તે મોજશોખ પાછળ પોતાના પૈસા વેડફી શકે તેવો ન હતો. આથી તે છોકરીઓની દોસ્તીથી દૂર જ રહેતો. પણ અંદરખાને