પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 2

  • 2.2k
  • 1
  • 1.3k

૨) મનોચિકિત્સા સવારના દસના ટકોરે મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને મનોચિકત્સક ડૉ. વિશાલ પાસે લઈ જવા માટે નીકળ્યા. દાદીને એ વાતની જાણ થતાં જ મિતેષભાઈને રોકયાં. " મિતેષ, લોકો સિદ્ધાર્થ માટે કેવી-કેવી વાતો બનાવશે? આપણો સિદ્ધાર્થ વગોવાય જશે." દાદી સમાજની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " એનાં સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. લોકોએ જે વિચારવું હોઈ તે વિચારશે પણ આપણે આપણા સિદ્ધાર્થનું વિચારવું રહ્યું." એમ કહીને મિતેષભાઈ દવાખાને જવા નીકળી પડ્યા. મિતેષભાઈના પર્સનલ આસિસ્ટને દવાખાનામાં બધી જ વ્યવસ્થા કરી રાખી હતી; એટલે મિતેષભાઈને રાહ જોવાની જરૂર નહોતી. તે તો સીધા ડૉક્ટરની પાસે જ જતા રહ્યા. એમ પણ પૈસાદાર વ્યક્તિને કોઈ જગ્યાએ રાહ