૮. બ્લેક મેઇલરનો ભેદ નાગપાલ પાઇપના કસ ખેંચતો વર્તમાન કેસ વિશે વિચારતો હતો. એ જ વખતે અમરજી પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા એક નકાબપોશને ધકેલતો અંદર આવ્યો. નકાબપોશનો દેખાવ જોઈને નાગપાલ ચમક્યો. 'કોણ છે આ?' એણે પૂછ્યું. 'નાગપાલ સાહેબ..' અમરજી ઉત્સાહભર્યા અવાજે બોલ્યો. 'આપનું અનુમાન બિલકુલ સાચું પડ્યું છે. રાત્રે આ માણસ કાલિદાસના બંગલામાં દાખલ થવાનો પ્રયાસ કરતો હતો. એ તો સારું થયું કે આપની સલાહથી હું બે સિપાહીઓ સાથે ચૂપચાપ ઝાડીમાં છુપાઈને બેઠો હતો. નહીં તો આ માણસે ત્યાં નજર રાખી રહેલા સિપાહીઓની આંખમાં ધૂળ નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.' નાગપાલ ખુરશી પરથી ઉભો થઈને નકાબ