બદલો - ભાગ 7

(23)
  • 2.8k
  • 2
  • 1.8k

૭. ધમકી અમિત તથા સુધા અત્યારે થ્રી સ્ટાર હોટલના એક રૂમમાં બેઠા હતા. સુધાના ચહેરા પર ભય અને ગભરાટના હાવભવ છવાયેલા હતા. 'અ.. અમિત મને ખૂબ જ ડર લાગે છે.' 'કેમ?' અમિતે તેની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યું. 'કઈ વાતનો ડર? તે જોયું નહીં? નાગપાલ જેવો નાગપાલ પણ મારી ચાલમાં ફસાઈને કેવો ફસાઈ ગયો છે?' 'ના અમિત.. પોલીસ ભલે કશું ન સમજી શકી હોય પરંતુ તું એ માણસને શા માટે ભૂલી જાય છે કે જેણે આપણા મગજનો કબજો લઈ લીધો છે. હવે તો મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે એ માણસ જરૂર અમારો કોઈક દુશ્મન છે અને અમને ભયભીત