બદલો - ભાગ 6

(23)
  • 2.8k
  • 1
  • 2k

૬. મેજર નાગપાલ.. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ભરતપુરથી પાછો ફરતો હતો. અત્યારે એની કાર મંદાર ગઢ રોડ પરથી પસાર થતી હતી. સહસા એક સ્થળે પોલીસની જીપ તથા લોકોની ભીડ એકઠી થયેલી જોઈને એણે ઉત્સુકતા વશ કાર ઉભી રાખી દીધી. પછી નીચે ઉતરીને તે નજીક પહોંચ્યો. એણે જોયું તો સબ ઇન્સ્પેક્ટર અમરજી ત્રણ ચાર સિપાઈઓ અને થોડા લોકો એક યુવતીના મૃતદેહને ઘેરીને ઉભા હતા. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા પોલીસ ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા. નાગપાલને જોઈને અમરજીના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. એ ઝડપભેર નાગપાલ પાસે પહોંચ્યો. 'ગુડ મોર્નિંગ.. નાગપાલ સાહેબ.' એણે આદર સૂચક અવાજે કહ્યું.