તો શું થયું કે... - ભાગ 2

  • 1.8k
  • 924

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ (ભાગ : 2) માબાપને જાણ થઈ અને કોલમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, ‘તે જાતે જ તારી જિંદગીનો મહત્વપૂર્ણ નિર્ણય લઇ લીધો છે તો સાથે એ પણ નિર્ણય લઇ લેજે કે પિયરનો ઉંબરો ક્યારેય નહી ચડું. એટલું જ નહી તારો અને અમારો નાતો પણ અહિયાં પૂરો. તું અમારા માટે મરી ગઈ...’ અચલાને તે સમયે પીડા તો થઇ, પણ અભયના પ્રેમમાં બધું વિસરી ગઈ. એકાદ વર્ષ તો હસીખુશીથી પસાર થઇ ગયું. થોડા મહિનામાં અચલાના સાસુએ આડકતરી રીતે દીકરા આગળ દાદી બનવાની ઈચ્છા વ્યક્ત