આ વાર્તાનો છેલ્લો ભાગ - ૩૫ આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, અવિનાશનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, ને એટલે જ એ ચાકુની નોક પર રાખેલ સ્કૂલની એક નાની બાળકીને હળવેથી નીચે ઉતારી એનાં કપાળે હળવું ચુંબન કરી, શેઠ રમણીકભાઈને એટલું જ કહીને કે, શેઠ હું નર્કમાં નહીં જાઉં, બસ આટલું જ બોલીને... અવિનાશ સ્કૂલનાં જ ઉપરનાં માળે એક રૂમમાં આત્મહત્યા કરી લે છે, ને આત્મહત્યા કરતા પહેલાં ફોન દ્વારા એની જાણ પણ, એક સરકારી હોસ્પિટલના ડોકટરને એવું કહીને કરે છે કે,ડૉકટર સાહેબ, તમે હમણાં જ તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં આવિ જાવ, હું હમણાં જ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, ને