ન્યુરોલિંકની બ્રેઈન-ચીપ લિંક ટેક્નોલોજીનો એક નવો યુગ : હવે, અંધ વ્યક્તિ જોઈ શકશે અને લકવાગ્રસ્ત વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com 2016માં સ્થાપવામાં આવેલી કંપની ન્યુરોલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક અને સાત વૈજ્ઞાનિક હતા. જેઓ દ્વારા મૂળ ન્યુરોલિંક તેના મૂળ મલિક પાસેથી ખરીદવામાં આવી હતી. જે કંપની દ્વારા એક એવી ટેક્નોલોજી વિકસાવવાની શરૂઆત કરાઈ હતી જે વ્યક્તિને મદદરૂપ થઇ શકે. વ્યક્તિ જયારે લકવાગ્રસ્ત થાય છે ત્યારે તે અન્ય વ્યક્તિના સહારા વિના કશું કરી શકતો નથી. જેથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલી આવતી હોય છે. આ જ પરિસ્થિતિમાંથી વ્યક્તિને બહાર લાવવા માટે જ ઈલોન મસ્કની કંપની ન્યુરોલિંક દ્વારા સંશોધનની શરૂઆત