મામાનું ઘર

  • 2.7k
  • 1
  • 930

  (આ વાર્તા કાલ્પનિક છે.)   “શું કહ્યું?” “છોકરાની સિરામિક ફેક્ટરી છે. માર્બલ અને ટાઇલ્સ બનાવાની.” “સારું, ભાણાં તારે એક કામ કરવું પડશે.” નાના મામાએ ફોન પર કહ્યું.                                       તેમણે મને યોજના જણાવી, જાતે તપાસ કરવાનું કહ્યું. મેં હા રાખી. ત્યાં છેક જવાનો હેતુ ન હતો સમજાતો પણ મામાએ કહ્યું એટલે જઈ આવ્યો. મારા ત્રણેય મામા સમૂહકુટુંબમાં રહેતા હતા. મોટા મામાની દીકરીનું સગપણ રાજપીપળામાં શોધ્યું હતું. ત્રણ દિવસથી મામાના ઘરમાં અશાંતિ હતી. નાના મામાથી સૌ લોકો નારાજ હતા. ઘરમાં સૌથી મોટા-સૌથી નાના મામી વિવાદ કરતાં, જેથી ઘરનું વાતાવરણ ખોરવાયું હતું. આજે મામાનો મને ફોન આવ્યો. તેમણે આખી વાત જણાવી.