શું છે આ માલવેર અને કેવી રીતે ચોરી કરે છે ડેટા? : વાયુસેનાની ઇન્ટર્નલ સુરક્ષાએ હેકર્સના પ્રયાસ પર પાણી ફેરવ્યું સિદ્ધાર્થ મણીયારsiddharth.maniyar@gmail.com ભારત હોય કે વિશ્વનો કોઈ પણ દેશ યુદ્ધ બે રીતે થાય છે. એક છે શસ્ત્રોથી અને બીજું છે સાયબર વોર. સાયબર વોરમાં હેકર્સ દ્વારા સ્વંયભૂ અથવા તો કોઈ દેશની સરકારના આદેશથી અન્ય દેશ પર હુમલા કરવામાં આવે છે. ભારતમાં થતા સાયબર હુમલા ખાસ કરી પાકિસ્તાની અને ચીનના હેકર્સ દ્વારા કરવામાં આવતા હોય છે. એટલું જ નહીં ચીનના હેકર્સ દ્વારા એપ્લિકેશન બનાવી તેને ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોરમાં લિસ્ટ કરાવવામાં આવે છે. જેના થકી ભારતીય સુરક્ષા એજન્સીના તેમજ