પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 1

  • 6.1k
  • 2
  • 2.5k

૧) વૈરાગ્ય " જોઈને ચલાવ જે મૉપેડ, કેમ કે અઠવાડિયા પછી આપણાં લગ્ન છે, સમજીને.." ફોનમાં પોતાની પ્રિયતમાને સલાહ આપતા સિદ્ધાર્થ બોલ્યો. " હા, હા.. નજર રસ્તા પર રાખીને જ ચલાવું છું. પણ તમને વાત કર્યા વિના નહીં ચાલતું તેમાં ફોન શરૂ રાખ્યો છે." પ્રેમથી જવાબ આપતાં સ્નેહા બોલી. " તુ ગાડી પહેલા સાઈડમાં ઉભી રાખ અને પછી વાત કર.." " હમણાં જ ગાડી સાઈડમાં ઉભી રાખું છું...... " સ્નેહા વાત પૂરી કરે તે પહેલાં જ એક ટ્રક પોતાની જ સાઈડમાં નિયત સ્પીડમાં આવી રહ્યો હતો અને સ્નેહાનું ધ્યાન મોબાઈલ કટ કરવામાં હતું.સ્નેહાની નજર હટી અને ટ્રક સાથે દુર્ઘટના સર્જાઈ.