પ્રેમ - નફરત - ૧૧૮

(12)
  • 2.3k
  • 1
  • 1.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૮ રચના પરિવારમાં ઉત્સવનો માહોલ જોઈ નવાઈ પામી રહી હતી. પોતે બે દિવસ કંપની અને ઘરથી દૂર રહી એટલા સમયમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે. એને એક ફિલ્મનો સંવાદ યાદ આવી ગયો જેમાં હોઠ અને ચાના કપ વચ્ચેનું અંતર પણ કેટલું મોટું હોય છે એની વાત કરવામાં આવી હતી. પોતે જે ખુશી અનુભવવા માગતી હતી અને સફળતાનો કોળિયો ખાવા માગતી હતી એ છીનવાઈ રહ્યો હતો કે શું? આરવ એને કોઈ ખુશીમાં સામેલ થવા કહી રહ્યો છે પણ આખરે આ આનંદ શેનો છે?‘આરવ, વાત શું છે? આમ આનંદ- ઉત્સવ કેમ ઉજવાઇ રહ્યો છે?’ રચનાએ