" રાહુલ તું???" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું." અનન્યા!!" વર્ષો પહેલાંનો ચહેરો અચાનક સામે આવી જતા રાહુલ માત્ર નામ જ બોલી શક્યો. અનન્યા એ તુરંત પોતાનો હાથ રાહુલના સહારાથી છોડાવ્યો. આગળ પાછળ બંને તરફથી ગાડીના હોર્નનો અવાજ આવવાથી બન્ને રોડની એક સાઈડ જઈને ઊભા રહી ગયા." અનન્યા વોટ અ સરપ્રાઈઝ!! હું તને જ મળવા આવતો હતો..." રાહુલ અનન્યાની વધારે નજદીક જઈ રહ્યો હતો. " ડોન્ટ ટચ મી..." અનન્યા રાહુલથી થોડીક દુર હટી ગઈ. રાહુલની નજર અનન્યા એ પહેરેલા મંગળસૂત્ર પર ગઈ. એ જોઈને રાહુલની જાણે આસપાસની દુનિયા જ ફરવા લાગી હતી. દિમાગ કામ કરતું જ બંધ થઈ ગયું. હદયના ધબકારા