અગ્નિસંસ્કાર - 43

(11)
  • 2.4k
  • 1
  • 1.7k

" આ એ જ લીલા છે જેમની સાથે આ બલરાજે બળાત્કાર કર્યો હતો...અને જ્યારે એના પતિને ખબર પડી અને વિરોધ કર્યો તો બલરાજના કહેવાથી હરપ્રીત એ આના પતિનું ખૂન કરી નાખ્યું..." અંશે કહ્યું.વિજય ચૂપચાપ સાંભળી રહ્યો. " આ વાત અહીંયા જ પૂરી નથી સાહેબ...આ બલરાજે લીલા જેવી કેટલીય સ્ત્રીઓ સાથે રેપ કર્યું છે...કેટલીય સ્ત્રીઓ એ આત્મહત્યા કરીને પોતાની જીવન ટુંકાવ્યું છે...માત્ર આ બળાત્કારી બલરાજના લીધે....અને જ્યારે આનું મન ન ભરાયું તો ગામવાસીઓનું પણ શોષણ કરવાનું શરૂ કરી દીધું. છેલ્લા પંદર વર્ષથી આ ગામ નર્ક સમાન બની ગયું છે..છે કોઈ આનો રિપોર્ટ તમારી પાસે?? કરી શકશો દરેક ગામવાસીઓનો ન્યાય..?" અંશ વિજયની