હાશકારો !

  • 2.1k
  • 1
  • 710

હાશકારો! જ્યારથી માનવી જન્મે છે ત્યારથી સામાજિક, આર્થિક અને શારીરિક સંઘર્ષો ઉપજે છે. ઘણી વખતે આવા સંઘર્ષોના લીધે હસવાનું કે ખુલ્લાં દિલથી ખુશી વ્યક્ત કરવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. મારી આંખ ઉઘડી ત્યારે ઘરમાં મરશિયાનો અવાજ જોરજોરથી આવતો હતો. હું ત્યારે સમજી નહોતો શક્યો કે શું થઈ રહ્યું છે એમ! મારી ઉંમર આઠેક વર્ષની હોવાથી એટલી સમજણ પણ વિકસી નહોતી શકી. ઘર માણસોથી ખચોખચ ભરેલું હતું એટલે હું મુંજાયો અને હચમચી પણ ગયો. જેથી મારી માંના પાલવમાં છુપાઈ જવા માટે માંને શોધવા ચારેબાજુ નજર ફેરવી લીધી. ઘણી સ્ત્રીઓ ઘૂંઘટા તાણીને પોક મૂકી રહી હતી, પણ માં કયાંય નજર નહોતી