સાંવરીની વાત સાંભળીને દિવાકરભાઈના છક્કા છૂટી ગયા છેલ્લા પાંચ વર્ષની આવક જાવકનો હિસાબ પોતાના લેપટોપમાં કઈરીતે બતાવવો તેમ તે વિચારમાં પડી ગયા એટલે તેમણે સાંવરીને એમ કહી દીધું કે મેડમ આજે હું મારું લેપટોપ જ નથી લાવ્યો. સાંવરી દિવાકરભાઈને બરાબર ઓળખી ગઈ હતી અને તે મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, 'હોઠ સાજા તો ઉત્તર ઝાઝા' એવું છે આ માણસ થોડો વધારે પડતો જ સ્માર્ટ બની રહ્યો છે અને ચોર પણ તે જ છે અને સાબિતી વગર મીત તો તેને ચોર માનવા માટે જરા પણ તૈયાર જ નહીં થાય. તેને ખુલ્લો પાડવા માટે મારે કંઈક કીમીયો ઘડવો પડશે... અને