એકબીજાને મળવાનું જાણે કે હવે બંધારણ થઈ ગયું હતું . બંને દરરોજ શામજીના વડવાળા ખેતરે મળતાં ને આખો દિવસ પ્રેમ ગોષ્ટિમાં મગ્ન રહેતાં બંનેનાં શરીર ભલે અલગ હતાં પરંતુ આત્મા તો એક થઈ ગયો હતો, એવા બંનેના જીવ મળી ગયા હતા .કે હવે તો એ બંને નહોતાં પશામજીનીરવા કરતાં સમાજની, કે નહોતાં પરવા કરતાં ઘરવાળાની ,જાણે કે તેમની સમસ્ત દુનિયા એ બે જણ જ હતાં .એવી જ એક બપોરે ખેતરના વડ નીચે દુનિયા થી બેખબર હોય તેમ રાધા શામજીના ખોળામાં માથું ઢાળીને સુતી હતી. ને કોઈક અલૌકિક વિચાર સૃષ્ટિમાં ખોવાઈ ગઈ હતી. શામજીના હાથ રાધાના કાળા ભમ્મર કેશ સાથે રમત