શાપુળજી નો બંગલો - 6 - બંગલા ની અંદર

  • 1.5k
  • 844

સુનંદા પોતાના જગ્યાએથી ઊભી થઈ ગઈ કારણ કે તે અત્યારે અમિત ની ડેટ બોડી પાસે ઊભી હતી. અમિત એટલી જોરથી દીવાલ સાથે ટકરાયો હતો કે તેના માથાનો પાછળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો. ત્યાંથી ખૂન પાણીની જેમ નીકળી રહ્યું હતું અને તેના પગમાંથી એક હાડકું બહાર દેખાઈ રહ્યું હતું.સુનંદા બીક ના માર્યા આજુબાજુ જોવા લાગી.તે જોર જોરથી અવાજ લઈને પોતાના મદદ માટે બોલાવવાનો પ્રયત્ન કરવા લાગી પણ આવતી વખતે જ તેણે જોયું હતું કે તે હવેલી ની આજુબાજુ તો કોઈ હતું જ નહીં. હવેલી મોટી જગ્યાની એકદમ બચોવચ હતી અને તે જગ્યાને આજુબાજુ બાઉન્ડ્રી બાંધેલી હતી જેનાથી હવેલીના