માંન્યાની મઝિલ ચેપ્ટર - 23

  • 1.9k
  • 1
  • 812

પિયોની પોતાનાં ઘરે જવાનાં બદલે સીધી માન્યાનાં ઘરે ગઈ. માન્યાને મળીને તેણે અંશુમન સાથે નાઇટ આઉટ પર જવાની વાત કરી. પિયોનીને ખબર હતી કે માન્યા એક જ એવી વ્યક્તિ છે જેનાં આધારે તે અંશુમનની આ ડિમાન્ડ પૂરી કરી શકશે. 'તને કંઈ ભાન છે? તે અંશુમનની આવી ફાલ્તુ વાતમાં હા કેમ પાડી? પિયોની મેં તને પહેલા જ કીધું હતું કે મને આ માણસ પર બિલકુલ વિશ્વાસ નથી. કોઈ પણ સારો છોકરો હોત તો તેણે ક્યારેય કોઈ છોકરીને આવી રીતે રાત્રે એકલાં મળવાની વાત નાં કરી હોત.' માન્યા બોલી.'તું સમજે છે એવું કંઈ નથી. હિ ઈઝ અ નાઇસ ગાય. તેણે મને કોઈ