ખામોશી - ભાગ 4

  • 1.9k
  • 1
  • 986

કોલેજના દિવસો એક પછી એક રેલ્વેની સ્પીડની જેમ પસાર થઈ રહ્યાં હતાં. કેટલાંય વર્ષો વીત્યાં પછી એક અજાણી જુની મુલાકાત થઈ હોય એવો આભાસ અત્યારે વીનય અનુભવી રહ્યો છે. કોઈ અજાણી વ્યક્તિની ચિંતા કરવી, તેને જોવા માટે તરસવું, મનમાં વારંવાર એની કલ્પના કરવી આ દરેક વાતો પ્રેમ તરફ પહેલું પગલું માંડવાની નિશાની છે. અને વીનય આ દરેક વાતનો વારંવાર અભ્યાસ કરતો હતો. પરંતુ રાધીને પોતાના દીલની વાત જણાવવાની વીનય પાસે હિમત નથી. એટલેજ તો આશીષ વીનયના જીવનમા પ્રેમનાં ટપકાં કરવા માટે સંધ્યા પાસે બુકની લેવડ દેવડ કરે છે પોતાનો મિત્ર વીનય જો પાછો પહેલા જેવો એકદમ ઠીક થઈ જાય તો