ખામોશી - ભાગ 3

  • 2k
  • 1
  • 1.2k

ઓપરેશન રૂમની લાલ લાઈટ બંધ થયાની સાથે એમ લાગી રહ્યું હતુ કે ત્યાં રહેલા વીનયના દરેક સ્નેહીજનોના હૃદયના ધબકારાં એ ધબકવાની ના કહી દીધી હોય. પરંતુ બંધ ઓરડામાં પણ એક પ્રકાશનું કિરણ હોય જ છે, અને અહીં એ કિરણ તરીકે વીનયને અપાર પ્રેમ, લાગણી આપનાર એની મમ્મી રહેલી છે. એક માં પોતાના દીકરાને આવી ગંભીર સ્થિતીમાં કેવી રીતે જોઈ શકે જ્યાં એમનો એકનો એક દીકરો મૃત્યુના દરવાજા પર જઈને ઊભો હોય છે. જ્યાં ઈશ્વર એ દીકરાનો એક નવજન્મ આપવા માટે બોલાવી રહ્યો છે અને એક માં પોતાના આંસુના ફક્ત એકજ બુંદ વડે એ દીકરાને ધરતી પર જ નવ જન્મ આપે