૬ ત્રણ ભાગીદારો! સવારના દસ વાગ્યા હતા. વામનરાવ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સિગારેટ પીતો હતો. અત્યારે એની સામે ઉત્તમચંદ જ્વેલર્સની લુંટવાળી ફાઈલ પડી હતી. ગઈ કાલે આખી રાત જાગીને એણે મોહનના આત્માની રાહ જોઈ હતી. પરંતુ મોહનનો આત્મા નહોતો આવ્યો જેના કારણે વામનરાવ નિરાશ થઇ ગયો હતો. જરૂર મોહનનો આત્મા પોતાના તરફથી નિરાશ થઇ ગયો હશે અને આ કારણસર જ એ નહોતો આવ્યો એમ તે માનતો હતો. આ કેસમાં આગળ વધવાનો માર્ગ અચાનક ઉઘડીને બંધ થઇ જવાથી વામનરાવ વ્યાકુળ થઇ ગયો હતો. જો એ રાત્રે પોતે ચીસ ન નાખી હોત તો બહાદુર તથા વિષ્ણુપ્રસાદ પોતા ફ્લેટમાં પણ ન આવત