૫ લોહિયાળ ફાઈલ ઇન્સ્પેક્ટર દેવીસિંહ વામનરાવની વાત સાંભળીને હસી હસીને બેવડો વળી ગયો. એની આંખોમાં આંસુ આવી ગયા. તેની બાજુમાં બેઠેલા સબ ઇન્સ્પેક્ટર કુલકર્ણી તથા પાટીલના હોઠ પર પણ હળવું સ્મિત ફરકી ગયું. દેવીસિંહનું હાસ્ય અને બંને સહકારીઓનું સ્મિત જોતાં વામનરાવ ધૂંધવાયો. ‘તમે લોકો મારી વાતને બકવાસ માનો છો?’ એણે પૂછ્યું. ‘નારે ના...!’ દેવીસિંહ હસવાનું બંધ કરીને બોલ્યો, ‘બકવાસ નથી. હું તો આને બકવાસ કહી શકું તેમ નથી. કેમ ભાઈઓ, આવી સરસ મજાની વાર્તાને બકવાસ કહેવાય ખરી?’ ‘ઓહ... તો તું આને વાર્તા માને છે એમને?’ વામનરાવે એની સામે ડોળા તતડાવ્યા. ‘માત્ર વાર્તા જ નહીં, ઉત્તમ વાર્તા! મારી વાત માન