મુક્તિ - ભાગ 4

(18)
  • 2.4k
  • 3
  • 1.6k

૪ મોહનનું પ્રેત    ... એક વર્ષ પછી ... સહસા મિનાક્ષીની ઊંઘ ઊડી ગઈ. એણે ટકોરાનો અવાજ સાંભળ્યો હતો. આ એનો વહેમ હતો? ક્યાંક એ ઊંઘમાં કોઈ સપનું તો નહોતી જોતી ને? પણ ના, એણે ટકોરાનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળ્યો હતો. કોઈકે જોરથી બારી પર ટકોરા માર્યા હતા. પરંતુ હવે ટકોરાનો અવાજ શા માટે ન થયો? એની ઊંઘ ઉડ્યા પછી અવાજ શા માટે બંધ થઇ ગયો? મિનાક્ષીએ આળસ મરડી અને ફરીથી સૂવાના પ્રયાસ રૂપે આંખો બંધ કરી દીધી. ફરીથી ટકોરાનો અવાજ ગુંજી ઊઠ્યો. ટક... ટક... ટક! જે અવાજ સાંભળીને એની ઊંઘ ઊડી હતી એ જ અવાજ ગુંજ્યો હતો એમાં તો