મુક્તિ - ભાગ 2

(16)
  • 2.4k
  • 2
  • 1.7k

૨ સોનેરી સપનું બંદર રોડ સ્થિત એ જ જુનવાણી હોટલના એ જ રૂમમાં અત્યારે ત્રિલોક તથા દિલાવર મોઝૂદ હતા. બંને વ્હીસ્કી પીતા હતા. છેલ્લા એક  કલાક દરમ્યાન તેઓ ત્રણ ત્રણ પેગ ગળા નીચે ઉતારી ચૂક્યા હતા અને ચોથો તેમની સામે તૈયાર પડ્યો હતો. દિલાવરને વ્હીસ્કીનો નશો ચડી ગયો હતો પરંતુ ત્રિલોક તો ખરેખર ગજબનાક પીવાવાળો હતો.  એના પર વ્હીસ્કીની કોઈ અસર નહોતી દેખાતી. ‘આ નાલાયક ગજાનનનો બચ્ચો હજુ પણ ન આવ્યો.’ ત્રિલોક પોતાની કાંડાની ઘડીયાળમાં સમય જોતાં બબડ્યો. ‘તે એને અહીં જ આવવાનું કહ્યું હતું ને?’ દિલાવરે નશાથી ભારે બની ગયેલી પાંપણો ઊંચી કરતાં પૂછ્યું.  ‘હા.’ ‘તો તો એ જરૂર