દરિયા નું મીઠું પાણી - 24 - રામ ભરોસે

  • 1.3k
  • 530

આનંદ આજે કાયમ કરતાં ખાસ્સો વહેલો ઉઠી ગયો હતો.આમેય આખી રાત એને ઉંઘ નહોતી આવી.આનંદની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનના સાતમા વર્ષે આજે પ્રથમવાર રડતી આંખે આનંદને એક વિનંતી કરી હતી. દેવાંગીનીના એકમાત્ર સગા ભાઈ સંજીવને ગઈકાલે બપોર પછી ગંભીર અકસ્માત થયો હતો જે અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર કાઢીને આવ્યાં હતાં. ડોકટરના કહેવા મૂજબ ઓપરેશન ખર્ચ પાંચેક લાખ રૂપિયા થવાનો હતો અને એની પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં જમા કરાવવાની હતી.દેવાંગીનીના પિતા રૂપિયા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા પરંતુ ક્યાંય થી બંદોબસ્ત થયો નહોતો. પિતાજીની પરિસ્થિતિ જાણીને