છપ્પર પગી - 68

  • 1.6k
  • 1
  • 882

છપ્પર પગી - ૬૮ ———————————બલવંતસિંહ ઇરાદાપૂર્વક થોડી વાર રોકાય છે. પ્રવિણ અને લક્ષ્મી પોતાની કારમાં બેસી મુંબઈ જવા કારમાં ગોઠવાય છે એ વખતે જ બલવંતસિંહ કારની વિંડો પાસે આવી ને બોલ્યા, ‘લક્ષ્મીભાભી… ઓળખ્યો મને …?’ લક્ષ્મીએ પોતાની સાઈડની વિંડોનો ગ્લાસ નીચે ઉતારીને ધારી ને જોયા કર્યુ અને તરત જ મોટેથી બોલી ઉઠી, ‘અરેરેરે… બાલુભાઈ તમે…! પ્રવિણ તમે પણ આવો જલ્દી…’ પછી ઝડપથી કારનો દરવાજો ખોલી નીચે ઉતરે છે અને ખૂબ લાગણીથી બાલુભાઈને મળે છે. લક્ષ્મી બે હાથ જોડી “જય માતાજી” કહીને વહેતી જતી અશ્રુધારાઓથી બાલુભાઈને સજળ નયને જોયા કરે છે અને પછી કહે છે, ‘કેટલાં વર્ષે ભાઈ તમને જોયાં… હજી