આ વખતે હું સ્વસ્થ રહીને બધું જ એનું નાટક જોયા કરીશ અને ખૂબજ હોંશિયારી પૂર્વક તેણે સોંપેલો રોલ નિભાવીને તેને બતાવીશ... અપેક્ષાએ ફરીથી પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો અને પોતાના બાળકને વ્હાલ કરતી હોય તેમ બોલી કે, "સૂઈ જા બેટા, આપણે સવારે વહેલા ઉઠવાનું છે.." અને પોતાની કૂખમાં રહેલા બાળકને પોતાની પ્રેમભરી આગોશમાં લઈને તે મીઠી નિંદર રાણીને માણવા લાગી.... હવે આગળ.... "જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ જય સદ્દગુરૂ સ્વામી...." લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ