તારી સંગાથે - ભાગ 29

  • 1.3k
  • 542

ભાગ 29   31 ઓગસ્ટ 2018, શુક્રવાર રાતના 11.45 ---------------------------------------------------  - વાહ, સખી! તારા હૃદયનો અવાજ આ પત્રમાં સત્યનાં અમી છાંટણાં કરી રહ્યો છે. સોળ વર્ષની કોમળ વયે એક કિશોરી કોઈ યુવક તરફ આકર્ષાય તે તો સમજી શકાય, પરંતુ તે આકર્ષણ પ્રેમનું એક વટવૃક્ષ બનીને તેનાં જીવનમાં આટલા લાંબા સમય સુધી છવાયેલું રહે, તે આશ્ચર્યજનક લાગે છે! પણ આવું બન્યું. જો આપણે યુ.એસ.એ. જેવા વિકસિત દેશમાં રહેતા હોત, તો તારા મનમાં સમાજ કે ધર્મનો ડર ન હોત. અહીંનો સમાજ સંકુચિત વિચારસરણી ધરાવતો નથી અને ધર્મ પણ ઘર સુધી મર્યાદિત છે. આપણા દેશમાં ધર્મ ઉપર પંડિત, મુલ્લા, પાદરીઓનો અધિકાર છે, તેથી