ભાગ 25 24 ઓગસ્ટ 2018, શુક્રવાર સાંજના 7.50 -------------------------------------------------- - પશ્ચિમમાં સૂર્ય ઊગ્યો કે નહીં, ઐશવિન? - કેમ આજે અંગ્રેજ બની ગઈ? - તેં જ કહ્યું હતું ને કે શરૂઆતમાં ત્યાંના બધા લોકો તને ‘ઐશવિન’ કહેતા, પછી તું ‘ઐશ’ બની ગયો. તે યાદ આવ્યું. જો અહીં સંધ્યા, નિશા તરફ આગળ વધી રહી છે. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઝાડ નીચે જોયું, તું ક્યાંક ઊભેલો મળી જાય! - તું ગજબ છે યાર! વરસાદમાં મને યાદ કરી જ લે છે. મારો સૂર્ય સવારે છ વાગે ઊગે છે. ચા-નાસ્તો, દવા લીધી. ફોન હાથમાં લીધો તો દેવીનો ફોટો દેખાયો. કાલથી એક ગીત