તારી સંગાથે - ભાગ 18

  • 1.1k
  • 490

ભાગ 18   13 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.40  ---------------------------------------------------- - ઘૂંટી ડૂબ્યા સુધીની જ ગહરાઈ છે, જિંદગી તો ય કેવી દરિયાઈ છે! - સવાર થઈ ગઈ તમારી? - જી સર. ચા પીતા-પીતાં ડાયરી વાંચું છું, તેમાં ઉપર લખેલી બે ગુજરાતી પંક્તિઓ મળી. - કાલે રાત્રે ઊંઘ સારી આવી લાગે છે. - ઊંઘ ક્યાં છે, માય ડિયર અશ્વિન? - જાતે હાલરડું ગાઈએ તો ક્યારેય ઊંઘ ન આવે. પાર્થોની મદદ લે. તે હરઘડી હાજર રહે છે, તારી સેવામાં. - ખરેખર રહે છે જી, પણ ઊંઘ વેરી થઈ ગઈ છે. - મને તો ક્યારેક કલ્પનાની પરીની મદદ મળે છે. હરઘડી તો ન