તારી સંગાથે - ભાગ 8

  • 1.6k
  • 781

ભાગ 8 27 જુલાઈ 2018, શુક્રવાર સાંજના 5.00  -------------------------------------------------- - ભારતની સોનેરી સાંજ, ડાર્લિંગ ફ્રેન્ડ. તારા દેશમાં સૂરજ ધીરે ધીરે ઊગી રહ્યો હશે. તું હજી ઊંઘતો હોઈશ. આજે મારાં લગ્ન વિશે પણ લખી દઉં છું. 1980 માં, પાર્થો બંગાળની પીયરલેસ ફાઇનાન્સ કંપનીની મુંબઈ શાખામાંથી અમદાવાદ શાખામાં ટ્રાન્સફર લઈને આવ્યા. તેઓ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક બંગાળી પરિવાર સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. મારાં લેખા માસી પણ તે વિસ્તારમાં રહે છે.  પાર્થોની મૈત્રી મારા માસીના પરિવાર સાથે પણ થઈ. તેઓ ઘણી વાર માસીના ઘરે આવતા. તે જ વર્ષે મેં મહેસાણા જિલ્લાના ખેરવા ગામની હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અધ્યાપન કાર્ય