તારી સંગાથે - ભાગ 5

  • 1.7k
  • 922

ભાગ 5   24 જુલાઈ 2018, મંગળવાર રાતના 10.30 ------------------------------------------------------   - છોકરી, તું શું કરે છે? - ડિનર લીધું. થોડો આરામ કરી રહી છું, સાથે-સાથે તારા વિશે વિચારી રહી છું. - શું વિચારી રહી છે? - ગઈકાલે તારો જન્મદિવસ હતો. કેવી રીતે ઉજવ્યો? - મેં એક રેસ્ટોરન્ટમાં મારા અને મારા મિત્ર સંજીવના પરિવાર સાથે ડિનર લીધું. જમતી વખતે, મેં સંજીવને તારા વિશે વાત કરી, તેને તારો ફેસબુક નો ફોટો પણ બતાવ્યો તો તેણે કહ્યું, ‘ભાઈ, તારી તો વાત જ જુદી છે. એ જમાનામાં, ઘણી છોકરીઓ તારી દીવાની હતી.’  - તેણે સાચું જ કહ્યું, ઐશ. તારું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી