મડગાંવ એક્સપ્રેસ

  • 2.4k
  • 1
  • 1k

મડગાંવ એક્સપ્રેસ- રાકેશ ઠક્કર નિર્દેશકના રૂપમાં પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ માં કુણાલ ખેમુએ મહેમાન ભૂમિકા નિભાવી છે. ‘ગોલમાલ’ માં કામ કરનાર અને ‘ગો ગોવા ગોન’ ના સંવાદ લખનાર કુણાલ ‘મડગાંવ એક્સપ્રેસ’ માં ગાયક-સંગીતકાર તરીકે ચમકતો હોવા છતાં બધાને ન્યાય આપ્યો છે. એમ પણ કહી શકાય કે એની પ્રતિભાની અવગણના કરનાર બોલિવૂડને એણે જવાબ આપ્યો છે. આમ જોવા જોઈએ તો લાંબા સમય પછી થિયેટરમાં જૂની સ્ટાઇલની એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ આવી છે. ફિલ્મ જોતી વખતે ક્યારેક એવું લાગે છે કે એને ધક્કા મારીને આગળ વધારવામાં આવી રહી છે પણ એ દર્શકોને મનોરંજનના છેલ્લા મુકામ પર જરૂર પહોંચાડી શકી છે. કેટલીક હોલિવૂડની