નારદ પુરાણ - ભાગ 16

  • 1.7k
  • 2
  • 760

સનક બોલ્યા, “વેદશાસ્ત્રો અને વેદાંગોનું અધ્યયન કરી રહ્યા પછી ગુરુને દક્ષિણા આપી પોતાના ઘરે જવું. ત્યાં ગયા પછી ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ, રૂપ-લાવણ્યથી યુક્ત, સદ્ગુણી તેમ જ સુશીલ અને ધર્મપરાયણ કન્યાની સાથે લગ્ન કરવું. જે કન્યા કોઈ રોગમાં સપડાયેલી હોય અથવા જેના કુળમાં કોઈ વારસાગત રોગ ચાલ્યો આવતો હોય, જેના શરીર ઉપર ઝાઝા વાળ હોય અથવા તો તદ્દન ઓછા વાળ હોય કે વાળ વિનાની હોય, વાચાળ હોય તેની સાથે પરણવું નહિ.         ક્રોધી સ્વભાવની હોય, ઠીંગણી હોય, ઘણી ઊંચી હિય, સ્થૂળ કાયાવાળી હોય, કદરૂપી હોય, ચાડિયણ હોય, ખૂંધી અને ખંધી હોય એવી કન્યા સાથે લગ્ન ન કરવું. જે કજિયાખોર હોય,