નારદ પુરાણ - ભાગ 15

  • 1.6k
  • 1
  • 730

સૂત બોલ્યા, “હે મહર્ષિઓ, શ્રી સનક પાસેથી વ્રતોનું માહાત્મ્ય સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને ત્યારબાદ તેમણે કહ્યું, “હે મહર્ષિ, આપે ભગવાનની ભક્તિ આપનારા વ્રતનું ઉત્તમ વર્ણન કર્યું. હવે હું ચારે વર્ણોના આચારની વિધિ અને સર્વ આશ્રમોના આચાર તથા પ્રાયશ્ચિત્તની વિધિ સાંભળવા ચાહું છું.”         સનકે કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ, મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જે વર્ણન કર્યું છે, તે સર્વ આપણે વિધિપૂર્વક કહી સંભાળવું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-આ ચારને જ વર્ણ કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય-આ ત્રણને દ્વિજ કહેવામાં આવેલ છે. પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે. આ બે કારણોને