23 માર્ચ સમગ્ર વિશ્વમાં હવામાનદિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણકે 1950માં આજના દિવસે વિશ્વ હવામાન સંગઠનની સ્થાપના થઈ હતી. આ વર્ષે ૨૦૨૪ની આ દિવસની થીમ છે: “At the Front Line Of Climate Action” આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન અને તેમાં થતા ફેરફારોના કારણોથી તથા ખરાબ હવામાનની અસરોથી વાકેફ કરવાનો,તેનાથી થતા નુકસાનથી બચવાનો છે. આજના સમયમાં હવામાન વિભાગને લગતી માહિતી રડાર, કૃત્રિમ ઉપગ્રહો, ખલાસીઓ, દરિયાઈ જહાજો અને માર્ગ અને હવાઈ ટ્રાફિકનું સંચાલન સંભાળનારાઓ દ્વારા કરવામાં આવે છે. આ બધું હવામાન અવલોકન ટાવર્સ, ઉચ્ચ-શક્તિવાળા કમ્પ્યુટર્સ અને વિવિધ અંકગણિત મોડેલો દ્વારા પ્રાપ્ત થાય છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન વિશ્વ હવામાન દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ