એક હતા વકીલ - ભાગ 4

  • 1.8k
  • 890

"એક હતા વકીલ"( ભાગ -૪)રમા બહેન રસોઈ ઘરમાં ગયા.જલ્દીથી ચા અને નાસ્તો લેતા આવ્યા.વકીલ સાહેબે જોયું તો બે કપ ચા અને નાસ્તાની એક ડીશ હતી.નાસ્તાની ડીશમાં પાર્લે જી બિસ્કીટ મુક્યા હતા.વકીલ સાહેબ મનમાં હસી પડ્યા.બોલ્યા:-' ચાલો મને પણ ભૂખ લાગી છે.એ સારું છે કે તું મને ચા અને નાસ્તામાં સાથ આપવા માંગે છે.પણ તારો ફેવરિટ નાસ્તો સેવમમરા લાવી નથી તેમજ સક્કરપાલા તને બહુ ભાવે છે.'રમા બહેન:-' નાસ્તો તમારા માટે છે. તમે બિસ્કીટ ને પણ નાસ્તો કહો છો એટલે સાથે બીજું નામ લાવી.કહેતા હો તો સેવમમરા અને સક્કરપાલા લાવું. હું ચા પીશ. વિનોદ વગર નાસ્તો ખવાશે નહીં.'વકીલ સાહેબ:-' સારું પણ પછી