અંશનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. એ સારી રીતે જાણતો હતો કે પોલીસને એના પર પૂરેપૂરો શક છે. એટલે એણે કોઈ હોશિયારી કર્યા વિના વિજય સાથે જવું ઉચિત સમજ્યું. બે જોડી કપડાં ભરેલો થેલો લઈને અંશ જીપમાં બેસ્યો.જીપ પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલા વિજય અને સંજીવે ઘણા સવાલો કર્યા પરંતુ અંશે અડગ રહીને આત્મવિશ્વાસ સાથે દરેક સવાલોના જવાબ આપ્યા. થોડીવારમાં ગાડી પોલિસ સ્ટેશને પહોંચી. જ્યાં પ્રિશા, આર્યન અને આરોહી પહેલેથી જ હાજર હતા. " તને જોઇને લાગતું નથી તું સતર વર્ષનો છોકરો છે..." પ્રિશા એ કહ્યું. " તમને જોઇને મને પણ નથી લાગતું કે તમે પચીસ વર્ષના છો, એ