સરપ્રાઈઝ

  • 2k
  • 718

સરપ્રાઈઝ ********************************************************************************** સ્વપ્નિલ અને રોશનીની પ્રથમ લગ્ન દિવસ હતો એટલે બંને મમ્મી પપ્પાની મંજૂરી લઇ બહાર હોટેલમાં કેન્ડલ ડિનર લેવા ગયા.રાતના બહુ મોડેથી ઘરે આવ્યા. સ્વપ્નિલ પાસે ઘરની ચાવી હતી એટલે રાત્રે તાળું ખોલીને ઘરે  આવી ગયો હતો .થાકેલો હતો એટલે ફ્રેશ થઇ તરત બેડપર શરીરને અફાળ્યું અને વિચારોમાં વિલીન થઇ ગયો. ટ્રેનના  વાતાનુકુલિત ડબ્બામાં સ્વપ્નિલ સામેની સીટ પર બેઠેલી છોકરીએ સ્વપ્નિલને પૂછ્યું, "હેલ્લો, તમારી પાસે આ મોબાઈલનું સિમ કાઢવાની  પિન છે?"  તેણીએ તેની બેગમાંથી એક ફોન કાઢ્યો, તે તેમાં નવું સિમ કાર્ડ નાખવા માંગતી હતી. પરંતુ સિમ સ્લોટ ખોલવા માટે પીનની જરૂરી હતી .  જે તેની પાસે ન હતી.