માતૃપ્રેમ

  • 1.8k
  • 2
  • 620

નાનુ હંમેશા ઈશ્વર પાસે કંઈ જ ના માંગતો. તેની પાસે કશું જ ન હતું છતાં તે બધા માટે ખુશીઓ માંગતો પરંતુ પોતાના માટે આજ દિન સુધી એક વસ્તુ પણ ઈશ્વર પાસે માંગી ન હતી. નાનુ હંમેશા એમ જ વિચારતો કે મને જે મળ્યું છે બસ મારા માટે એટલું જ કાફી છે. ચાની કિટલી પર કામ કરતાં કરતાં સાત વષૅનો નાનુ ક્યારે પંદર વષઁનો સગીર બની ગયો. એનું પણ ધ્યાન નથી. જન્મતાં વેત જ તેને કચરાપેટીના ડબ્બામાં નાખી દેવામાં આવ્યો હતો. ચાની કિટલીવાળા મનસુખલાલે તેને કચરાપેટીના ડબ્બામાંથી ઉઠાવીને પોતાના ઘરે લઈ ગયા હતા. મનસુખલાલને સંતાનમાં એક દીકરી હતી. દીકરાની લાલસા બહુ