મેઘના - 1

  • 4.7k
  • 1
  • 1.8k

સૌરાષ્ટ્ર ની ધરતી ને સરખી રીતે ધમરોળ્યા બાદ મેઘરાજાએ ઘડીક વિરામ લીધો હતો પણ વરસાદના અમુક છાંટાઓ એકંદરે હજુ પણ ધરતી ને ભીંજવી રહ્યા હતા જેથી ધરતીની સુગંધ અને ભીની માટીની ઠંડક ચારો તરફ પ્રસરી ગઈ હતી. એવામાં સુરેન્દ્રનગર શહેરના મિલન સિનેમાનો છેલ્લો શો પૂરો થયા બાદ લોકો ધીરે-ધીરે થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.સાલ ૧૯૯૪......એ સમયમાં ટેલિવિઝન,રેડિયો અને સિનેમા મનોરંજન ના મુખ્ય સાધન હતાં અને આમ પણ એ સમયમાં બોલિવૂડ ફિલ્મો એ સિનેમાક્ષેત્રે લોકો ઉપર સારો એવો પ્રભાવ પાડ્યો હતો.બધા લોકોની સાથે નિલેશ,સંજય,કૌશલ અને રાઘવ નામના ચારેય મિત્રો થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.આમ,પણ રાતનો છેલ્લો શો હોવાના લીધે