દરિયા નું મીઠું પાણી - 22 - ડોશી

  • 1.3k
  • 638

અમદાવાદની એક જાણીતી એન્જીનીયરીંગ કોલેજનાં ત્રીસ વિદ્યાર્થીઓએ દિવાળીનાં વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટુરનું આયોજન કર્યું. ટૂર ચાર દિવસની હતી અને પ્રેરણા આપનાર હતાં કોલેજમાં હજુ નવા જોડાયેલ પ્રોફેસર સુનિલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયાં હતા. અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમા એક નાના છોકરા સાથે ઉભા હતાં એણે હાથ ઊંચો કરીને બસને ઉભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનિલ રાજપૂતે બસ થોભાવીને બસમાં ડોશીમા અને છોકરા ને અંદર લઇ લીધાં. બસમાં ચડ્યા પછી ડોશીમા એ પોતાના છોકરાને પડખે સુવડાવીને આજુબાજુ જોઈને થોડાં કોચવાણા કે આ સરકારી બસ તો નથી