સપનાનાં વાવેતર - 53

(48)
  • 6.1k
  • 2
  • 2.9k

સપનાનાં વાવેતર પ્રકરણ 53અનિકેત હોસ્પિટલમાં રણવીરને મળીને એને નોર્મલ કરીને ગ્રાન્ડ ઠાકર હોટલમાં આવી ગયો. જમીને એણે શ્રુતિ સાથે વાત કરી. હવે સાંજે તો શ્રુતિના ઘરે જવું જ પડશે ! રાત્રે લગભગ સવા આઠ વાગે શ્રુતિ એના રૂમમાં દાખલ થઈ અને સામે બેઠી. "વેલકમ શ્રુતિ. હોટલનો આટલો સુંદર રૂમ છે. સરસ મજાની એસીની ઠંડક છે. નરમ નરમ બેડ છે. હું તું અને આ એકાંત ! આવા નશીલા વાતાવરણમાં મારું મન ચંચળ બન્યું છે. બોલ છે કોઈ ઈચ્છા બાલિકે ? " અનિકેત શરારતી અંદાજમાં બોલ્યો. " નશામાંથી બહાર આવી જાઓ સ્વામી. આ સાસરું નથી મારું પિયર છે. બાલિકાની ઈચ્છા તમને ઘરે