લવ યુ યાર - ભાગ 44

(11)
  • 3.3k
  • 1
  • 2.3k

નક્કી કર્યા મુજબ મીત અને સાંવરીની લગ્નની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન લંડનની સારામાં સારી ફાઈવસ્ટાર હોટલ ડાઉનટાઉનમાં કરી દેવામાં આવ્યું હતું. મીત અને સાંવરી આજે ખૂબજ ખુશ હતાં સાથે સાથે તેમની ઓફિસ સ્ટાફ પણ ખૂબજ ખુશ હતો. મીત અને સાંવરીએ દરેકને સૂચના આપી દીધી હતી કે કોઈએ પણ ગીફ્ટ કે કંઈજ રોકડ રકમ લાવવાની નથી તેઓ તે સ્વીકારશે નહીં બસ ફક્ત બધાએ પોતાના બ્લેઝીન્ગ્સ જ પોતાની સાથે લઈને આવવાનું છે અને પાર્ટી એન્જોય કરીને ઘરે જવાનું છે. પાર્ટીનો માહોલ ખૂબજ સરસ રીતે જામેલો હતો મીત અને સાંવરી એક ખૂબજ સુંદર કપલ તૈયાર થઈને પાર્ટીના હોલમાં પ્રવેશી રહ્યું હતું. મીતે સાંવરીનો ફેવરિટ