કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 102

(13)
  • 3.7k
  • 2
  • 2.3k

સમીરે પરીને, માધુરી મોમને મળવા જવા માટે કહ્યું પરંતુ પરી હમણાં પોતાની એક્ઝામમાં બીઝી છે એટલે તેણે ના પાડી. પરી સમીરનો ફોન મૂકીને પોતાના સબમિશનમાં બીઝી થઈ ગઈ અને સમીરે જેવો ફોન મૂક્યો કે તરતજ તેના ફોનમાં રીંગ વાગી. જોયું તો કવિશાનો ફોન હતો. સમીરે ફોન ઉપાડ્યો, "બોલ, કવિશા શું કહેતી હતી?" "શું કરો છો તમે?" "બસ કંઈ નહીં, અહીં પોલીસ સ્ટેશનમાં જ છું બેઠો છું. બોલ તું ફરમાય શું કામ હતું તારે?" "કેમ કામ હોય તો જ ફોન કરાય, એમનેમ હું તમને ફોન ન કરી શકું?" કવિશા જરા લહેકાથી બોલી. "ના ના એવું કંઈ નથી મેં ક્યાં એવું કંઈ