ધીમે ધીમે બસ આગળ વધી નારી ચોકડી, ફૌજી પંજાબી ઢાબા પાસેથી બે ત્રણ વિધાર્થી ચડ્યા બસ વલભીપુર વાળા રસ્તે ચડી ત્યારે ખબર પડી કે આ બસ તો ફરી ફરીને અમદાવાદ જશે ક્યારે પહોંચાડશે કાંઈ નક્કી નથી. પેપર બપોરે બાર વાગ્યાનું હતું એટલે આમ પણ ચિંતા નહોતી.બસમાં આમરી બાજુમાં બે ત્રણ મિત્રો સરખા મળી ગયા તેની સાથે વાતચીત શરૂ કરી તેમાંથી એક કશ્યપ નામના છોકરાને મારી સાથે જ એક સ્કૂલમાં પેપર હતું. છેલ્લી હરોળમાં હાસ્યનો ડાયરો જામ્યો હોય એવું વાતાવરણ ઉભું થઈ ગયું. બસ ચલ્યાના બે કલાકમાં તો ડ્રાઈવરે ત્રણ ચાર બમ્પ એવા લીધા કે સુધી કમર તૂટી ગઈ હોય એવો