સપનાનાં વાવેતર - 52

(45)
  • 4k
  • 1
  • 2.3k

સપનાનાં વાવેતર પ્રકરણ 52ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અનિકેતનું ઘર અત્યારે ભર્યું ભર્યું હતું. સવારે ૮ વાગે ચાનો ટાઈમ થયો એટલે ઘર પરિવારના લોકો અને રાજકોટનો પરિવાર બધા જ ચા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતા. જૂના મહારાજ અને શંકર મહારાજે ભેગા થઈને ગરમાગરમ બટેટાપૌંઆ અને ચા બનાવી હતી. ગઈકાલ રાતનો ઉજાગરો હોવા છતાં પણ અનિકેત અને શ્રુતિ પણ નાહી ધોઈને ટેબલ ઉપર આવી ગયાં હતાં. " અનિકેત બેટા તમારે હનીમુન માટે ક્યાંય હિલ સ્ટેશન જવું હોય તો આજે જ ટિકિટ બુક કરાવી દો. કારણ કે વેકેશન હોવાથી અત્યારે રિઝર્વેશન જલ્દી નહીં મળે. " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા. "ના