પ્રેમ - નફરત - ૧૧૬

(15)
  • 2.4k
  • 1
  • 1.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૬ ‘કંપની બંધ છે કે બંધ થઈ ગઈ?’ રચનાએ પોતાની ખુશી દિલમાં છુપાવીને ચહેરા પર ચિંતાના ભાવ લીંપી પૂછ્યું.‘તું ઘરમાં આવીને બેસ તો ખરી. કંપનીની ચિંતા ના કરીશ. તારી તબિયત કેમ છે? એ કહે.’ આરવ એ માંદી હોય એમ એનો હાથ પકડી દોરીને દીવાનખંડના સોફા પર બેસાડી પૂછવા લાગ્યો.‘હું બિલકુલ ફિટ છું. તું જોઈ શકે છે.’ કહી હસીને એણે પૂછ્યું અને બંગલામાં નજર ઘુમાવી આશ્ચર્યથી પૂછ્યું:‘ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? ક્યાં ગયા બધાં?’‘બધાં જ એક સંબંધીના પ્રસંગમાં ગયા છે. હવે આવતા જ હશે. તું બેસ. બીમારીએ તારી કેવી હાલત કરી નાખી છે?’ આરવ એના